પ્રશ્નકર્તા: તો આ બધું ચલાવે છે કોણ?
દાદાશ્રી: આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એના પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે.
પ્રશ્નકર્તા: આ કર્મના ફળ આપણને ભોગવવા પડે. એ કોણ નક્કી કરે? કોણ ભોગાવડાવે?
દાદાશ્રી: નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ 'ઈટસેલ્ફ' કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે.
પ્રશ્નકર્તા: તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે?
દાદાશ્રી: 2H ને O ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ.
પ્રશ્નકર્તા: પણ કોઈએ એને કર્યો હશે ને, એ નિયમ?
દાદાશ્રી: નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને કરવાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે, એને અમે 'ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'થી જગત ચાલે છે એમ કહીએ છીએ. એને ગુજરાતીમાં કહ્યું કે 'વ્યવસ્થિત શક્તિ' જગત ચલાવે છે.
1) જેમ આપણે બાવળિયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને? જેવું વાવીએ એવું ફળ મળે. જેવા જેવા કર્મ કર્યાં છે એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કો'કને ગાળ ભાંડી, તે દહાડાનું પેલાની ગાંઠમાં જ હોય કે ક્યારેક ભેગો થાય ને આપી દઉં. લોક બદલા વાળે, માટે આવા કર્મ ના કરવા કે લોકો દુઃખી થાય. આપણે જો સુખ જોઈતું હોય તો સુખ આપો.
2) દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં! પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી! દાઝે ત્યારે કહે ને કે ભઈ, કેમ તમે દાઝ્યા? ત્યારે કહે, 'ભૂલથી દાઝ્યો, કંઈ જાણી જોઈને દાઝું?' એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુઃખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું.
3) કર્મનું ફળ બીજો કોઈ આપે જ નહીં. કર્મનું ફળ કોઈ આપનારો જન્મ્યો નથી. ફક્ત અહીંયા આગળ માંકણ મારવાની દવા પી જાય એટલે મરી જ જાય, એમાં વચ્ચે ફળ આપનારની કોઈ જરૂર નથી. ફળ આપનાર હોય ને તો તો બહુ મોટી ઓફિસ કરવી પડત. આ તો સાયન્ટિફિક રીતે ચાલે છે. કોઈની જરૂર નથી વચ્ચે! કર્મ એનું પરિપક્વ થાય છે એટલે ફળ આવીને ઊભું જ રહે છે, પોતે પોતાની મેળે જ. જેમ આ કાચી કેરીઓ તો એની મેળે પાકે છે ને! નથી પાકતી?
4) આપણા લોકો કર્મ કોને કહે છે? કામ-ધંધો કરે, સત્કાર્ય કરે, દાન-ધરમ કરે એ બધુ કર્મ કર્યું કહે, જ્ઞાનીઓ એને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે પાંચ ઈન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું સ્થૂળમાં છે તે કર્મફળ એટલે કે ડિસ્ચાર્જ કર્મ કહેવાય. ગયા ભવમાં જે ચાર્જ કર્યું હતું તેનું આજે ડિસ્ચાર્જમાં આવ્યું, રૂપકમાં આવ્યું અને અત્યારે જે નવું કર્મ ચાર્જ કરે છે તે તો સૂક્ષ્મમાં થાય છે એ ચાર્જિંગ પોઈન્ટની કોઈનેય ખબર પડે એમ નથી.
Book Name : કર્મનું વિજ્ઞાન (Page #23)
A. પ્રશ્નકર્તા: કર્મની વ્યાખ્યા શું? દાદાશ્રી: કોઈ પણ કાર્ય કરો, એને 'હું કરું છું' એવો આધાર આપે એ... Read More
Q. શું કોઈની પાસે કંઈ જ કરવાની સત્તા છે?
A. દાદાશ્રી: તારે કોઈ વસ્તુ એવી થાય છે કે તારી ઈચ્છા ના હોય છતાંય તારે એવું કંઈ કરવું પડે? એવું કંઈ... Read More
Q. શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?
A. પ્રશ્નકર્તા: મનુષ્યને કર્મ લાગુ પડતા હશે કે નહીં? દાદાશ્રી: નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું... Read More
Q. બંધન કોને: દેહને કે આત્માને?
A. પ્રશ્નકર્તા: હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને? દાદાશ્રી: દેહ તો એ પોતે જ કર્મ... Read More
Q. સારા માણસોને શા માટે સહન કરવું પડે છે?
A. પ્રશ્નકર્તા: કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મના કોઈ પાપ નડે છે. એ... Read More
Q. સારા અને ખરાબ કર્મો માત્ર મનુષ્ય જીવનમાંજ.
A. પ્રશ્નકર્તા: મનુષ્યભવમાં જ કર્મ બંધાય. સારા કર્મો પણ અહીંયા જ બંધાય ને? દાદાશ્રી: સારા કર્મો પણ... Read More
Q. ખોટા કર્મોને (પાપકર્મોને), સારા કર્મો (પુણ્યકર્મો) ખલાસ કરી શકે?
A. પ્રશ્નકર્તા: પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે,... Read More
Q. કર્મ બંધનમાંથી મુક્તિનો માર્ગ.
A. પ્રશ્નકર્તા: પુર્નજન્મમાં કર્મબંધ ઉકેલવાનો રસ્તો શો? આપણને એમ સાધારણ ખબર છે કે ગયા ભવમાં આપણે... Read More
A. પ્રશ્નકર્તા: કર્મ થતા ક્યારે અટકે? દાદાશ્રી: 'હું શુદ્ધાત્મા છું' એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું... Read More
subscribe your email for our latest news and events