Related Questions

સારા માણસોને શા માટે સહન કરવું પડે છે?

પ્રશ્નકર્તા: કોઈ પણ રોગ થવાથી મૃત્યુ પામે ત્યારે લોકો એમ બોલે કે પૂર્વજન્મના કોઈ પાપ નડે છે. એ સાચી વાત છે?

દાદાશ્રી: હા. પાપથી રોગ થાય અને પાપ ના હોય તો રોગ ના થાય. તેં કોઈ રોગવાળાને જોયેલા?

પ્રશ્નકર્તા: મારા માતૃશ્રી હમણાં જ બે મહિના ઉપર કેન્સરથી ગયા.

દાદાશ્રી: એ તો બધું પાપકર્મના ઉદયથી બને. પાપકર્મનો ઉદય હોય ત્યારે કેન્સર થાય. આ બધું હાર્ટ એટેક ને એ પેલા પાપકર્મથી બધું થાય છે. નર્યાં પાપો જ બાંધ્યા છે, આ કાળના જીવોએ. ધંધા જ એ, આખો દહાડો પાપકર્મ જ કર્યા કરે છે. ભાન નથી એટલે. જો ભાન હોત તો આવું ના કરત!

પ્રશ્નકર્તા: એમણે આખી જિંદગી ભક્તિ કરેલી, તો એમને કેમ કેન્સર થયું?

દાદાશ્રી: ભક્તિ કરી, એનું ફળ તો હજુ હવે આવશે. આવતા જનમમાં મળશે. આ પાછલા જન્મનું ફળ અત્યારે મળ્યું અને અત્યારે તમે સારા ઘઉં વાવી રહ્યા છો, તો આવતા ભવમાં તમને ઘઉં મળશે.

પ્રશ્નકર્તા: કર્મને લીધે રોગ થાય, તો દવાથી કેમ મટે છે?

દાદાશ્રી: હા. એ રોગમાં એ જ પાપ કરેલાને, તે પાપ અણસમજણથી કરેલા એટલે આ દવાથી મદદ મળી આવે અને હેલ્પ થઈ જાય. સમજણપૂર્વક કર્યાં હોય તેની દવા-બવા કોઈ મળે નહીં, દવા ભેગી જ ના થાય. અણસમજણથી કરનારા છે, બિચારા! અણસમજણથી પાપ કરેલા છોડે નહીં અને સમજણવાળાનેય છોડે નહીં. પણ અણસમજણવાળાને કંઈક મદદ મળી આવે અને સમજણવાળાને ના મળે... 

×
Share on