Related Questions

અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?

અહમ્ એ નથી અહંકાર!

પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે?

દાદાશ્રી: જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને?

પ્રશ્નકર્તા: એનો ભેદ શું છે?

દાદાશ્રી: કોઈ અહમ્ આત્મા કહે તો વાંધો નહીંપણ અહંકાર આત્મા કહે તો? શું થાય? અહમ્ નો વાંધો નથી, અહંકારનો વાંધો છે. અહમ્ એ અહંકાર નથી. અહમ્ બ્રહ્માસ્મિ, એમાં અહમ્ તો વપરાય છે ને! કારણ કે, અહમ્ તો હોવો જોઈએ, પણ શાનો? પોતાના સ્વરૂપનો અહમ્ હોવો જોઈએ. જે નથી તેનો અહમ્ કેમ હોવો જોઈએ? અહમ્ પોઈઝન નથી, અહંકાર પોઈઝન છે. અહમ્ એટલે હું.

પ્રશ્નકર્તા: એને અસ્તિત્વપણું કહેવાય?

દાદાશ્રી: હા, અસ્તિત્વ જ કહેવાય. એનું અસ્તિત્વ તો છે જ. અસ્તિત્વનું તો બધા જીવમાત્રને ભાન છે કે હું છું, પણ વસ્તુત્વનું ભાન નથી એને. 'હું શું છું' એ ભાન નથી એટલે અહંકાર ઊભો થયો. પોતાનું સ્વરૂપ છે ત્યાં 'હું છું' બોલવું એ અહંકાર નથી. આ સોનું છે તે એક દહાડો એને વાણી આપે કોઈ માણસ અને એ બોલે કે, 'હું સોનું છું', તો આપણે કહીએ કે 'અહંકાર કરે છે?' કહીએ ખરા? ના. અને લોખંડ બોલે કે 'હું સોનું છું' તો? એટલે 'આપણે કોણ છીએ', એટલું જાણવું જોઈએ. 'હું ચંદુભાઈ છું' એ આરોપિત ભાવ છે. જ્યાં છે ત્યાં બોલે ને, તો અસ્તિત્વ તો છે જ તમારું. 'હું છું' એવો બોલવાનો તમને રાઈટ અધિકાર છે જ, પણ 'હું કોણ છું' ને 'હું શું છું' એ ભાન નથી.

પ્રશ્નકર્તા: અહંકારમાંય પોતે તો છે જ ને?

દાદાશ્રી: હા, પોતે છે, પણ પોતાપણું શું છે તે ખબર નથી એ વાત છે. તેને લીધે તો અનંત અવતારથી ભટકે છે. પોતે છે એ વાત નક્કી છે, પણ વસ્તુત્વ એટલે હું શું છું? પોતાપણું શું છે? હું ખરેખર કોણ છું? એનું ભાન ના હોય. અને એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. આ તો અમારી પાસે રૂપરેખા બધી. એ તો રૂપરેખા તો લેવી જ પડે, પણ પૂર્ણત્વ થયા કરે પછી નિરંતર. વસ્તુનો સ્વભાવ છે એવો. એટલે 'પોતે કોણ છે' એવું જાણે અને પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિરહંકાર કહેવાય.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
  3. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on