દયા છે, અહંકારી ગુણ!
પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે?
દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો બધા અહંકારી ગુણો. દ્વંદ્વ ગુણો બધા અહંકારી, દ્વૈતેય અહંકારી ગુણ ને અદ્વૈતેય અહંકારી ગુણ. આ લોકો અદ્વૈતની દુકાનો કાઢે છે, એમાં કશું વળે નહીં. કારણ કે, એ દ્વંદ્વ ગુણ છે, દ્વેત-અદ્વૈત. એટલે દયાવાળો હોય, એને નિર્દયતાના વિકલ્પો આવે.
પ્રશ્નકર્તા: દયા અને કરુણા, આમાં દયાનું સ્થાન જ નથી. પ્રેમ છે, મહાવીર ભગવાનનો પ્રેમ છે, બુદ્ધ ભગવાનની દયા છે.
દાદાશ્રી: અમે એ સ્વરૂપમાં છીએ, પ્રેમ સ્વરૂપમાં છીએ. અમારે કોઈની જોડે મતભેદ નથી. મને ગાળો ભાંડે તોય મારે મતભેદ નથી.
પ્રશ્નકર્તા: એ શું ભાવ કહેવાય? એને કરુણા કહેવાય કે દયા કહેવાય?
દાદાશ્રી: દયાનું સ્ટેજ પૂરું થયું. દયા હોય ને ત્યાં નિર્દયતા હોય. તે નિર્દયતા એમનામાં નથી, નિર્દયતા છૂટી ગઈ. દયા છૂટી ગઈ ને કરુણા આવી.
પ્રશ્નકર્તા: તે કરુણામાં પણ અહંકારનો ભાગ રહ્યો ખરો?
દાદાશ્રી: ના, અહંકાર નહીં.
પ્રશ્નકર્તા: પ્રેમ અને કરુણામાં ફેર કેમ રહ્યો?
દાદાશ્રી: પ્રેમ તો હજુ આગળનું સ્વરૂપ છે.
1. મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય.
2. એ કરુણા અમુક દ્રષ્ટિ હોય ત્યારે કરુણા કહેવાય. અને અમુક દ્રષ્ટિ હોય ત્યારે પ્રેમ કહેવાય. કરુણા ક્યારે વપરાય? સામાન્ય ભાવે બધાના દુઃખ પોતે જોઈ શકે છે. ત્યાં કરુણા રાખે. એટલે કરુણા એટલે શું? એક જાતની કૃપા છે. અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમ તો એને વિટામિન કહેવામાં આવે છે. પ્રેમ તો વિટામિન કહેવાય. એવો પ્રેમ જુએ ને એટલે એનામાં વિટામિન ઉત્પન્ન થાય, આત્મવિટામિન. દેહના વિટામિન તો બહુ દહાડા ખાધા છે, પણ આત્માનું વિટામિન ચાખ્યું નથી ને? એનામાં આત્મવીર્ય પ્રગટ થાય છે. ઐશ્ચર્યપણું પ્રગટ થાય.
3. એક ફેરો 'જ્ઞાની પુરુષ' કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે, એ પ્રેમમાં ઘટ-વધ ના હોય, અનાસક્ત હોય, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજી કોઈ વસ્તુ પરમાત્મા છે નહીં.
4. એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય? 'મારી-તારી' ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. 'મારું-તારું' છે ત્યાં અવશ્ય સ્વાર્થ છે અને 'મારું-તારું' જ્યાં છે ત્યાં અજ્ઞાનતા છે.
Book Name: આપ્તવાણી 10 (U) (Page# 465 - Paragraph #5 to #7, Page #466 - Paragraph #1 to #8)
Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
Q. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
A. આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં ને. જે સુખ ભોગવે છે તે જ... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. પ્રશ્નકર્તા: ધેન ઈગોઈઝમ ઈઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)? દાદાશ્રી:... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events