Related Questions

શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?

અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે!

પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ કામ કરવાનું હોય તો માણસને એને પોતાને આત્મવિશ્વાસ ના હોય તો એ કામ ના કરી શકે.

દાદાશ્રી: નહીં, એ તો બુદ્ધિનું ડિસિઝન છે અને એ તો કર્મના આધીન છે.

પ્રશ્નકર્તા: જેને સેલ્ફ કોન્ફિડન્સ કહીએ ને, તે?

દાદાશ્રી: નહીં, 'કોન્ફિડન્સ' તો આવે કે ના આવે, પણ છેવટે 'ડિસિઝન' આપ્યા વગર રહે નહીં. કારણ કે, ટાઈમ થયો એટલે ડિસિઝન અપાઈ જ જાય. 'સેલ્ફ કોન્ફિડન્સ'વાળો જરા નીડર રહે અને પેલો ડર્યા કરે અને એને શંકા થયા કરે.

પ્રશ્નકર્તા: 'સેલ્ફ કોન્ફિડન્સ' ને અહંકારને શું લેવાદેવા હોય?

દાદાશ્રી: 'સેલ્ફ કોન્ફિડન્સ'વાળો કોણ હોય કે જેનો અહંકાર જરા કમી (ઓછો) થયેલો હોય તે!

પ્રશ્નકર્તા: કમી હોય કે વધારે હોય?

દાદાશ્રી: કમી હોય.

પ્રશ્નકર્તા: સામાન્ય રીતે તો અમને અહંકાર અને સેલ્ફ કોન્ફિડન્સ એ બન્ને ભેગા દેખાય છે.

દાદાશ્રી: એ તો આપણને લાગે એવું, પણ મૂળમાં અહંકાર દબાયેલો હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આવે, નહીં તો ના આવે. હંમેશાં જો ઈગોઈઝમ પ્રમાણમાં વધારે હોય ને તો સેલ્ફ કોન્ફિડન્સ એ માણસને હોય જ નહીં. એ ગૂંચાયા જ કરતો હોય. ત્રણ કલાક ગૂંચાય ત્યારે ઠેકાણે પડે. તેય પાછું કેવું કે 'એવિડન્સ' (સંયોગો) મળે એની મેળે, કુદરતી રીતે ત્યારે ઠેકાણે પડે. પોતાને ગૂંચામણ હોય પણ 'વ્યવસ્થિત શક્તિ' ઠેકાણે પાડી દે છે.

પ્રશ્નકર્તા: આ જગતમાં જે મોટા માણસો થયા, તે બધાને 'ઈગોઈઝમ' મોટો હતો કે 'સેલ્ફ કોન્ફિડન્સ' મોટો હતો?

દાદાશ્રી: ઈગોઈઝમ ઓછો હતો. સેલ્ફ કોન્ફિડન્સ વધારે હતો. જેટલો ઈગોઈઝમ વધારે ને, એટલું એ ડિસિઝન નહીં આપી શકે. સ્ટેશન જવું, આ રસ્તે જવું કે આમ જવું તેમાંય ગૂંચાય. ગૂંચાયેલા માણસ નહીં જોયેલા તમે?

પ્રશ્નકર્તા: અહંકારી માણસ હોય છે, તે પોતાના અહંકારના માર્યા પણ અમુક પ્રગતિ તો કરે છે ને?

દાદાશ્રી: એય અહંકાર છે, પણ એનો અહંકાર બીજા કરતા ઓછો છે. જે પેલો ગૂંચાય છેને, તેના કરતા આનો અહંકાર ઓછો છે. અને અહંકારને 'સોલ્યુશન' કરીને, શોધખોળ કરીને છૂટો કરેલો છે. એણે અહંકારની 'રિસર્ચ' (શોધખોળ) કરેલી છે, પેલાએ તો 'રિસર્ચ' જ નથી કરી!

પ્રશ્નકર્તા: એનો કોન્ફિડન્સ બિયોન્ડ (આત્મવિશ્વાસથી પર) જાય છે ત્યાં ઈગોઈઝમ નથી આવતો?

દાદાશ્રી: ના, એવું નથી.

પ્રશ્નકર્તા: અહંકારથી ફાયદો શું થતો હશે?

દાદાશ્રી: અહંકાર કશું જ કરતો નથી, તો અહંકારથી ફાયદો શું થતો હશે? અહંકાર કાયમ નુકસાન જ કરે, ડખો કરે. તો અહંકાર શું નુકસાન કરે છે, એ કંઈ કહેશો? આ લોક અહંકાર કરે છે ને એનો ફાયદો શું મળે છે? જેટલો અહંકાર કરે છે ને, એ પોતે નથી કરતો, એટલે એ આરોપ કરે છે, તેથી તેનું ફળ આવતો ભવ મળે છે. પોતે પોતાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે, આવતા ભવની!

પ્રશ્નકર્તા: આ જૂનું ભોગવી રહ્યો છે, એને એ તો એવું માને છે કે આ મેં કર્યું.

દાદાશ્રી: હા, ભોગવી રહ્યો છે, તેમાં અહંકાર કરવાનો હોય નહીં ને!

પ્રશ્નકર્તા: પણ લોકો તો એ જ કરે છે ને? સામાન્ય જીવનમાં તો એ જ થાય છે ને?

દાદાશ્રી: હા, તે ભોગવી રહ્યાનો અહંકાર કરે કે, 'મેં કર્યું' કહેશે, 'હું ગાડીમાં આવ્યો, હું નાહ્યો, હું સંડાસ જઈ આવ્યો, મેં ચા પીધી' અને તે કરેક્ટ માને પાછા, વિશ્વાસ હઉ રાખે. નહીં તો એવું ડ્રામેટિક બોલવામાં વાંધો નથી.

પ્રશ્નકર્તા: એટલે એ જે કહે છે, એ આવતા જન્મનું બાંધે છે.

દાદાશ્રી:પોતાની પ્રતિષ્ઠા જે કરી રહ્યો છે એ ટાંકણું લઈને ઘડ ઘડ કરે છે. પોતાની મૂર્તિ ઘડે છે. ચાર પગવાળી, છ પગવાળી કે આઠ પગવાળી કે બે પગવાળી મૂર્તિ ઘડી રહ્યો છે. તે બે પગમાં વિશ્વાસ ના હોય તો ચાર પગની બનાવ ને, પડી તો ના જવાય! અને જો પાછળ એક પૂંછડું મૂકે તો દોડે, આમ પૂંછડું ઊંચું કરીને દોડે!

પ્રશ્નકર્તા: જેમ જેમ અહંકાર શુદ્ધ થતો જાય એમ એમ આત્મવિશ્વાસ વધતો જાય?

દાદાશ્રી:એ અહંકારનું શુદ્ધિકરણ થવું એ વાત જુદી છે. પણ શુદ્ધિકરણ થાય નહીં ને! શુદ્ધિકરણ માટે રસ્તો જોઈએ. એનો રસ્તો હોય છે. ને સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે મોક્ષ થઈ જાય.

Related Questions
  1. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
  3. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on