Related Questions

શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?

અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ!

એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો! એની વાઈફેય મરી ગયેલી. એને બે છોકરાં, એક દોઢ વર્ષનું ને બીજું ત્રણ વર્ષનું. બે છોકરાં મૂકીને બન્ને મરી ગયા. એટલે ગામવાળા બધા ભેગા થયા કે આ બ્રાહ્મણના છોકરાંઓનું શું કરવું? તે કોઈ એમને પાળવા તૈયાર થયું નહીં. ત્યારે એક બીજો પરદેશી મારવાડી બ્રાહ્મણ હતો તે કહે છે કે, 'ભઈ, મારે છોકરો નથી, મને એક આપો તો હું લઉં.' આ પરદેશી બ્રાહ્મણે એક છોકરું લીધું, ત્રણ વર્ષનું. હવે દોઢ વર્ષના છોકરાનો કોઈ ઘરાક જ ના થાય. આ કોણ ઉથામે, બલા આવી? એના છોકરાને ઉથામે કે પારકાના ઉથામે? ત્યારે એક શૂદ્ર હતો તે કહે, 'સાહેબ, મારે છોકરું નથી. મને જો આપો તો હું ઉછેરું.' ત્યારે ગામવાળા કહે કે, 'આ છોકરો મરી જશે, એના કરતા શૂદ્રને આપો ને!' તે છોકરું શૂદ્રને આપ્યું. તે શૂદ્રને ત્યાં ઉછર્યો ને અઢાર વર્ષનો થયો ને પેલો છોકરો વીસ વર્ષનો થયો. બ્રાહ્મણના ઘરવાળો છોકરો દારૂના પીઠા આગળ દારૂ વિરુદ્ધ પિકેટિંગ કરવા માંડ્યો. બન્ને ભાઈઓ, એક માના છોકરાંઓ. તે આ શૂદ્રના સંસ્કારમાં આવ્યો, એટલે દારૂ ગાળવા માંડ્યો અને પેલો છે તે બ્રાહ્મણના સંસ્કારમાં રહ્યો તે પિકેટિંગ કરવા માંડ્યો કે દારૂ ના પીવાય, આમ ને તેમ. પછી એ ગામમાંથી એક મોટા જ્ઞાની પુરુષ જતા હતા. તેમને કોઈએ પૂછ્યું કે સાહેબ, આ બેમાં કોનો મોક્ષ થશે? દારૂ ગાળે છે એનો કે દારૂનો વિરોધી જ છે એનો? ત્યારે એ જ્ઞાની પુરુષે કહ્યું, 'ભઈ, આ દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે અને પેલો પીવાનો અહંકાર કરે છે, બેઉ અહંકારી છે. મારે ત્યાં બન્નેમાંથી કોઈનેય મોક્ષ ના મળે.' આ તો આવો ન્યાય છે જગતનો. ન્યાય સમજી લેજો.

આ સાધુઓ ત્યાગનો અહંકાર કરે છે ને આ ગ્રહણનો અહંકાર કરે છે, બેઉ ત્યાં પહોંચે નહીં. જેને ગ્રહણ-ત્યાગ જેવી વસ્તુ જ નહીં, જે સહજભાવે આવે છે તે જીવે છે, ખાય છે, પીવે છે, તો તેનો મોક્ષ છે. આ સમજવું તો પડશે ને? આમ કેમ? આ પોપાબાઈનું રાજ નથી. આ તો એક્ઝેક્ટ (બરાબર) કાયદેસર છે. એક ઘડીવાર કાયદાની બહાર ના ચાલે. આપણી કોર્ટોમાં ગપ્પાં ચાલે છે, ત્યાં ખટપટ કરવી હોય તો કરાય.

Related Questions
  1. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
  3. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on