Related Questions

અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?

સહુમાં અહંકાર સરખો જ!

આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય. જ્યાં દેહાધ્યાસ ત્યાં અહંકાર હોય જ. 

પ્રશ્નકર્તા: કો'કનો વધારે વાગે એવો હોય.

દાદાશ્રી: ના, અહંકાર બધે સરખો જ હોય. વાગે એવો કે ના વાગે એવો હોય, એવું ના હોય. અહંકાર બીજી કોઈ વસ્તુ નથી. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું સ્થાપન કરવું, એટલા જ ભાગને અહંકાર કહેવામાં આવે છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. જ્યાં 'હું' નથી ત્યાં 'હું' માનવું એ અહંકાર. કેટલા લોકો આવે એમાં?

પ્રશ્નકર્તા: બધા જ.

દાદાશ્રી: એક ફક્ત જ્ઞાનીઓ છૂટા રહ્યા આમાં. એટલે અહંકારમાં સંસાર જોડે કશું લેવાદેવા નથી, પણ પોતાના આરોપિત ભાવને જોડે છે એ. એ તો બધું આખું જગત એમાં હોય.

પ્રશ્નકર્તા: અહંકાર ઓછો-વધતો હોય?

દાદાશ્રી: ના.

પ્રશ્નકર્તા: સરખો જ હોય બધામાં?

દાદાશ્રી: સરખો જ.

પ્રશ્નકર્તા: કો'ક આપણને બહુ અહંકારી લાગે, કો'ક આપણને નમ્ર લાગે.

દાદાશ્રી: એ નહીં. અહંકાર જોડે બીજો શબ્દ જ ના હોય. અહંકાર તો અહંકાર, આરોપિત ભાવ. એ કોઈ વસ્તુ જ નથી, ટકાઉપણું નથી ને આરોપિત ભાવ ઊડી જાય તો જતોય રહે. અમે અહંકાર કાઢી નાખીએ છીએ. દેહને આત્મા માનવો એ અહંકાર. જે જે હું છું માનવું એ અહંકાર. એટલે આ બધી અજ્ઞાન માન્યતાઓ ફ્રેક્ચર કરી નાખીએ તો અહંકાર ઊડી જાય.

Related Questions
  1. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
  3. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on