Related Questions

અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?

આનેય કહેવાય અહંકાર!

'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થઉં એ બીજો અહંકાર. પછી આ બઈનો ધણી થાઉં એ ત્રીજો અહંકાર, હું આટલા વર્ષનો છું એ ચોથો અહંકાર, હું શરીરે ફેટ છું એ પાંચમો અહંકાર, હું કાળો છું એ છઠ્ઠો અહંકાર, હું આનો દાદો થઉં એ સાતમો અહંકાર અને હું આનો મામો થઉં એ આઠમો અહંકાર, આનો ફૂવો થઉં, એ બધા કેટલાક અહંકાર હશે? એટલે આરોપિત ભાવ એનું નામ અહંકાર અને મૌલિકભાવ એનું નામ નિરઅહંકાર. 'હું ગરીબ છું' એમ કહે ને તે એનું શું કહેવાય?

પ્રશ્નકર્તા: અહંકાર.

દાદાશ્રી: પછી 'હું માંદો છું' એનું નામ અહંકાર, 'હું સાજો છું' એનું નામ અહંકાર, 'હું ડૉક્ટર છું' એનું નામ અહંકાર. પછી કહેશે, 'અમે શાહ', ઓહોહો! ક્યારેય ચોરી ન કરી હોય એવા શાહ, શાહ કેવા હોય? ચોપડાની ચોરી જ નહીં, પણ કોઈ જાતની ચોરી જ નહીં, એનું નામ શાહ! એવું આ જગત છે. આ બધો ઈગોઈઝમ છે, અહંકાર છે. આ લક્ષણ આત્માનું નથી. આ જગત બધું અહંકાર ઉપર તો ઊભું રહ્યું છે. આવું તે ક્યાં સુધી ઊભું રહે છે? 'હું કોણ છું' ભાન નથી થયું ત્યાં સુધી ઊભું રહે છે.

અને લોકો પહેલેથી જ, એય ચંદુલાલ શેઠનો છોકરો છે આ તો, ચંદુલાલ શેઠનો છોકરો એટલે છોકરો પણ મલકાયા કરે આમ. પછી થાય ફસામણ! આ જગત તો ઉછેરતી વખતે એવા ખાડામાં નાખે છે ને તે ફરી નીકળી જ ના શકે. એટલે આ જગત આવું ને આવું જ રહેવાનું. કાયમને માટે આવું રહેવાનું છે, તેમાંય મોક્ષે જયા કરશે નિયમથી જ.

* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

Related Questions
  1. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
  3. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on