આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં ને. જે સુખ ભોગવે છે તે જ દુઃખ ભોગવે છે. એટલે સુખ કોણ ભોગવે છે? અહંકાર. દુઃખ કોણ ભોગવે છે? અહંકાર. લોભ કોણ કરે છે? અહંકાર. ખોટ કોણ કરે છે? અહંકાર. શાદી કોણ કરે છે? અહંકાર. વિધવા કોણ થાય છે? અહંકાર. વિધુર કોણ થાય છે? અહંકાર. અહંકાર તો વગર કામનો મૂઓ પૈણે છે ને રાંડે છે! કોઈ માણસ આફ્રિકા રહેતો હોય ને એમ ને એમ અમસ્તુ કહીએ કે, તારા વાઈફ ઓફ થઈ (મરી) ગયા છે, તો એ પાછો રડવાય માંડે! અલ્યા, હજુ જીવતા છે ને! અને એ પાછો લોકોને કહેય ખરો કે હું રાંડ્યો!
કેટલાક માણસ તો એવો અહંકાર કરે છે કે હું નાટકમાં સ્ત્રીનો પાઠ લઈશ. પછી એને શરમ-બરમ કશું નહીં. કારણ કે, અહંકાર જ કરે છે, બીજું કશું કરતો નથી. મેં આમ ભોગવ્યું ને તેમ ભોગવ્યું.
ઈગોઈઝમ કશું ભોગવતો નથી નામેય અને કહે છે શું? અહંકાર કરે છે કે મેં તો મોટી મોટી સાહેબી ભોગવી છે બસ. નહીં તો ભોગવ્યાની તૃપ્તિ રહેતી હોય ને તો તો પચ્ચીસ વર્ષ રાજ કર્યા પછી, ગમે એટલું દુઃખ આવે તોય મનમાં એમ રહ્યા કરે કે મેં તો રાજ કર્યું છે ને, હવે એમાંથી દુઃખ બાદ કરીશું તોય ચાલશે બધું. પણ ના, ચાર દહાડા દુઃખ ના ભોગવાય. ચાર દહાડા પછી તો રડી ઊઠે! એનું શું કારણ? ત્યારે કહે, બસ, અહંકાર એકલો જ કર્યો છે. ભોગવેલું સ્ટોકમાં કશું નથી. જો સ્ટોકમાં હોત તો તો આપણે બાદ કરત કે પચ્ચીસ વરસ ભોગવ્યું છે, એમાંથી આ ચાર દહાડા કાઢી નાખો. એટલું સુખ રહ્યું આપણું. આ તો ખાલી અહંકાર જ કરે છે, ગાંડપણ કર્યું છે, મેડનેસ જ!
ત્રણ વર્ષનું છોકરું હોય, એની મા મરી જાય તો એ દુઃખ ભોગવતો નથી અને બાવીસ વર્ષનો છોકરો હોય એની મા મરી જાય તો દુઃખ ભોગવે કે ના ભોગવે? કારણ કે, બાળકને અહંકાર નથી અને મોટાને અહંકાર છે.
અહંકાર, એ એકલો જ કહે છે કે આ મેં સુખ ભોગવ્યું ને આ મેં દુઃખ ભોગવ્યું. એવો અહંકાર કરે છે. અહંકાર એટલે બોલે છે, એનું નામ જ અહંકાર. એ સિવાય બીજું કશું કરતો જ નથી. તે એનાથી બધા કર્મ બંધાય છે. કષાયો ભોગવે છે. કરે છે બીજો અને કહે છે 'હું કરું છું, મેં કર્યું', બસ આરોપિત ભાવ, એનાથી કર્મ બંધાય છે.
પ્રશ્નકર્તા: 'પ્રત્યેક જન્મ અહમ્ રૂપક ભોગવિયું, સર્વે અવસ્થિતે આડ-બીજ રોપિયું.' સમજાવો.
દાદાશ્રી: અહંકાર જ રૂપક બધું ભોગવે છે (એવુ માને જ છે), બીજો કોઈ ભોગવતો નથી. કોઈ દહાડો જીવે વિષય ભોગવ્યો જ નથી. જીવને વિષય ભોગવવાની શક્તિ જ નથી. જીવ એટલે આ દેહમાં જે જીવ છે અને આત્મા છે તે જાતે જુદો છે. પણ આમાં જે જીવ છે તે જ જીવે-મરે, એ જીવ કહેવાય. એ ભ્રાંતિ સ્વરૂપ છે. તે કોઈ દહાડો કશું ભોગવતો નથી. એટલું જ બોલે છે કે 'મેં ભોગવ્યું!' બસ. ભોગવ્યું-ના ભોગવ્યું એ વાત જુદી પણ 'મેં ભોગવ્યું' કહ્યું એટલે તૃપ્તિ થઈ જાય છે એને.
વિષયો કોણ ભોગવે છે? વિષયો ઈન્દ્રિયો ભોગવે છે. આત્મા કોઈ દહાડો વિષય ભોગવે નહીં. આત્મા સૂક્ષ્મતમ છે અને ઈન્દ્રિયો સ્થૂળ છે અને આત્માએ ક્યારેય પણ વિષય ભોગવ્યો જ નથી. આત્મા વિષય ભોગવી શકે જ નહીં. ત્યારે અહંકાર વિષય ભોગવી શકે નહીં. અહંકાર એવી સૂક્ષ્મ વસ્તુ છે કે પોતે વિષય ભોગવી શકે નહીં. ફક્ત 'ભોગવ્યું'નો અહંકાર કરે કે મેં તો બહુ સરસ ભોગવ્યું. અગર તો એમ કહે કે મેં ભોગવ્યું નહીં, ખાલી અહંકાર કરે છે. બીજું કશું નહીં.
આ તો બોલે એટલું જ કે હું પૈણ્યો. અહંકાર કરે એટલું જ, બીજું કશું નહીં. પૈણે પેલા કષાયો, ભોગવે છેય કષાયો અને આ તો મેં ભોગવ્યું, એટલું જ બોલે. બે વસ્તુ છે જગતમાં, અહંકાર પોષવો યા ભગ્ન કરવો. આ જગતમાં આ બધાનો અહંકાર પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી. દુઃખ ભોગવ્યું તેનો અહંકાર કરે છે. એમણે તો મને બહુ દુઃખ દીધું છે, તેનો પણ અહંકાર કરે છે. એ દુઃખ ભોગવતો નથી. એ અહંકાર કર્યો છે કે એ બધી અસર થઈ ગઈ. છે પોતે પરમાત્મા, પણ જો દશા થઈ છે આમની તો! શક્તિ અનંત છે ને, એટલે અનંત ભાવોય હોય.
Book Name: આપ્તવાણી 10 (U) (Page #448 - Paragraph #4, Page #449 - Paragraph #1 to #3)
Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More
Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More
Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More
Q. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
A. એય છે અહંકાર! પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More
Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
A. જાય શું, એ જપ-તપથી? પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More
Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More
A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More
Q. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More
Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More
Q. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
A. પ્રશ્નકર્તા: ધેન ઈગોઈઝમ ઈઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)? દાદાશ્રી:... Read More
Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More
Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More
Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More
subscribe your email for our latest news and events