Related Questions

ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?

એય છે અહંકાર! 

પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય? 

દાદાશ્રી: એને તુચ્છકાર કહેવાય. એનો આપણા પ્રત્યે તુચ્છકાર કહેવાય. આપણો અહંકાર ઘવાયા કરે. ખોટું લાગ્યું એ આપણો અહંકાર જ છે ને? એણે તુચ્છકાર કર્યો એટલે એને ગુનો લાગે અને ખોટું લાગે તો આપણનેય ગુનો લાગુ પડે.

પ્રશ્નકર્તા: ઈગોઈઝમને ઓળખવો કેવી રીતે?

દાદાશ્રી: ઈગોઈઝમ તો બધાને ઓળખાય, હમણાં અપમાન થાય ને તે તરત ઓળખાય કે ના ઓળખાય? 'તમારામાં અક્કલ નથી' કહેતાની સાથે ડિપ્રેશન કોને આવે? ઈગોઈઝમને આવે નેએ ઈગોઈઝમ તો વારેઘડીએ સમજણ પડે.

પ્રશ્નકર્તા: દાદા, એ ક્લિયર નથી થતું. એમાં ગૂંચવાડા થાય છે.

દાદાશ્રી: ના, ક્લિયર જ છે આમાં તો. આ વાત વાતમાં તમને 'ઊઠો અહીંથી' એમ કહે, તોય તમારો ઈગોઈઝમ તરત ઊભો થઈ જશે. ઈગોઈઝમ તો વારેઘડીએ આખો દહાડો વપરાયા જ કરે છે. લોકોય સમજી જાય કે મારો ઈગોઈઝમ બહુ ભારે છે. આમાં 'ઈગોઈઝમ ભારે છે' એવું જાણકાર કોણ છે? ત્યારે કહે, એ જ ઈગોઈઝમ.

ખાલી અહંકારથી જ જીવે છે. 'હમારે જૈસા કોઈ નહીં, હમારે જૈસા કોઈ નહીં, ઈસસે મૈં બડા હૂં, ઈસસે મૈં બડા હૂં', બસ!

આ મનુષ્ય ગમે તેવો નાલાયક હોય, છેલ્લામાં છેલ્લા નંબરનો હોય તોય 'એ' ઉપરી તો છે જ. એટલે પછી એને શું ભાંજગડ? આ આદિવાસીય શું કહે? હું આ ચાર ગાયોનો માલિક છું. લે, પછી એને શું દુઃખ? એટલે અહંકારથી આ બધું ઊભું કરે છે ને અહંકારથી 'આ ચાર ગાયોનો હું માલિક છું, આ પાંચસો ઘેટાંનો હું માલિક છું' અને લોકોય એવું કહે કે, 'હું આનો માલિક છું.' એટલે મનુષ્યપણું જે છે એ અહંકારથી બધું ઘેરાયેલું છે.

Related Questions
  1. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?
  3. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on