Related Questions

આત્મજ્ઞાનનું મહત્ત્વ શું છે? તે કેવી રીતે હિતકારી છે?

જ્ઞાનવિધિનું મહત્ત્વ

અક્રમ વિજ્ઞાનમાં, આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) તમને માત્ર આધ્યત્મિક પ્રગતિમાં જ નહીં પરંતુ, સંસાર વ્યવહાર પણ સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. તો ચાલો, જ્ઞાનવિધિના બીજા ફાયદાઓ જોઈએ જેથી આપણે જ્ઞાનવિધિનું મહત્ત્વ અને સાથે આત્મજ્ઞાનનું મહત્ત્વ પણ સમજી શકીએ.

. અંદર પાર વગરનું સુખ વર્તે, દુઃખ જ ના થાય. જ્ઞાનવિધિ પછી જે આનંદનો તમને અનુભવ થાય છે તે નિરાકુળ આનંદ છે.

૨. રોજબરોજની સમસ્યાઓને તમે સમભાવે ઉકેલી શકશો.

૩. દુઃખ કે ચિંતા કશું તમને સ્પર્શે જ નહીં!

૪. જ્ઞાનવિધિ પછી કોઈને દુઃખી કરવાનો કે ક્રોધથી કોઈને હેરાનગતિ કરવાનો પણ આશય નહીં રહે.

૫. જે લોકોએ જ્ઞાન લીધું છે તેમનામાં નિર્ભયતા અને નિરાલંબપણું (સ્વતંત્રતા) ઊભું થશે.

૬. જ્ઞાનવિધિ પછી પોતે નિષ્પક્ષપાતી બને છે. વ્યક્તિ મન-વચન-કાયાથી પક્ષપાતી થતી નથી અને તેથી જ તે પોતાની ભૂલો જોઈ શકે છે.

૭. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી તમને સાચી સમજણ (દ્રષ્ટિ) મળે છે કે જેનાથી તમને જગત નિર્દોષ દેખાશે.

૮. આ તો અજાયબ જ્ઞાન છે! જેમ દહીંને વલોવ્યા પછી માખણ અને છાશ છૂટા જ રહે, તેવું આ જ્ઞાન છે! દેહ ને આત્મા છૂટા ને છૂટા જ રહે! જ્ઞાની પુરુષે આપેલ જ્ઞાનથી સર્વ અવસ્થાઓમાં “હું શુદ્ધાત્મા છું” એ જ રહે છે.

૯. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જો કોઈ તમને દુઃખ આપે ત્યારે વેર લેવાની ભાવના નથી રહેતી.

૧૦. આત્મજ્ઞાન થયા પછી સાચું પ્રતિક્રમણ થાય. સમકિત થયા પછી, દ્રષ્ટિ સવળી થયા પછી, આત્મદ્રષ્ટિ થયા પછી સાચું પ્રતિક્રમણ થઈ શકે. પણ ત્યાં સુધી પ્રતિક્રમણ કરે અને પસ્તાવો કરે તો એનાથી ઓછું થઈ જાય બધું.

૧૧. નવા કર્મો બંધાશે નહીં.

૧૨. સંસારી દુઃખનો અભાવ એ મોક્ષ (મુક્તિ)નો પ્રથમ અનુભવ કહેવાય. એ અનુભવ તમને જ્ઞાની પુરુષ ‘જ્ઞાન’ આપે એટલે બીજે જ દહાડે શરૂ થઈ જાય છે. પછી આ શરીરનો બોજો, કર્મોનો બોજો એ બધા તૂટી જાય, એ બીજો અનુભવ. પછી આનંદ જ એટલો બધો હોય છે કે જેનું વર્ણન જ ના થઈ શકે!!!

૧૩. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી, તમને અનુભવ થશે કે તમે તમારા જીવનમાં કંઈક જુદું જ કરી રહ્યા છો જે તમે આત્મજ્ઞાન પહેલા કરી રહ્યા હતા. આ અનુભવથી તમે એ નક્કી કરી શકશો કે તમને પ્રથમ તબક્કા (સ્ટેજ)નો મોક્ષ પ્રાપ્ત કર્યો છે કે નહીં. તમે આ જાણી શકશો કારણ કે, તમે આત્મા છો અને આત્મા એ બ્રહ્માંડનો સૌથી મોટો ન્યાયાધીશ (જજ) છે. જાગૃત આત્મા નિષ્પક્ષપાતી હોવાથી જે કંઈ પણ નિર્ણય આપે તે સચોટ જ હશે.

×
Share on