Related Questions

મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?

જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ તેની પાછળ એક હેતુ હોય છે અને આપણો હેતુ પરિપૂર્ણ થાય, તે માટે એ કાર્ય કરીએ છીએ. એનો અર્થ એ થાય કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે જાણ્યે-અજાણ્યે તેની પાછળ એક હેતુ નક્કી કરીએ છીએ.  

પરંતુ, જીવન જીવવા માટે શું?

શું આપણા જીવનનો કોઈ હેતુ છે? કે પછી આપણે અજાણપણે વહેણમાં જે આવે છે તેની સાથે તણાઈએ છીએ?

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ વહેણ ક્યાં લઈ જશે?

શું તે અંતિમ મુકામ તમારા માટે હિતકારી છે?

જો આ વહેણ ખોટી દિશામાં જઈ રહ્યું હોય તો, તમે ક્યારેય સલામતી માટે એ વહેણની વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયત્ન કર્યો છે?

પરંતુ, તમે એ કરો એ પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારી સલામતી ક્યાં છે અને તમે અહીયાં શું કામ છો...

એના માટે ચાલો આપણે સમજીએ કે, “મનુષ્ય જીવનનો ધ્યેય શું હોવું જોઈએ?”

મનુષ્ય તરીકે જન્મ લઈને, બે પ્રકારના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ એ કે, આપણે જીવન એવી રીતે જીવવું કે કોઈ પણ જીવને કિંચિતમાત્ર દુઃખ ના થાય. તમારે તમારો સમય એવા સારા વ્યક્તિઓની સંગતમાં પસાર કરવો કે જેઓ સજ્જન તથા આત્માને જાણવામાં ઉત્સુક હોય અને કુસંગથી શક્ય હોય તેટલું દૂર રહેવું. આવો આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ.

અને બીજો ધ્યેય, જન્મોજન્મના બંધનમાંથી મુક્ત થવા માટેનો હોવો જોઈએ. આ મનુષ્ય જીવન કર્મબંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ માટે છે. આ ધ્યેય આત્મજ્ઞાન દ્વારા - માત્ર ‘કેવળ’ – સંપૂર્ણ પ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો એમની પાસેથી આત્મજ્ઞાન મેળવી તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારા પ્રત્યેક ધ્યેય પૂર્ણ થશે, બધા ‘પઝલ’ ‘સોલ્વ’ થઈ અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.

×
Share on