Related Questions

શું પરિણીત લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે?

તમે સાંભળ્યું હશે કે મોક્ષ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પૂરી કરવા, લોકો ઘર અને કુટુંબનો ત્યાગ કરી, જપ, તપની સાથે કઠોર તપનો અભ્યાસ કરે છે અને આ બધું આત્મમુક્તિના પંથ પર પર પ્રગતિ સાધવા માટે કરે છે.

જ્યારે બીજી બાજુ, મહાન પુરુષ જેવા કે, શ્રીમદ્ રાજચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભગવાન રામે સંસારી જીવન જીવતા અને લગ્ન થયા હોવા છતાં આત્માનુભવ કર્યો હતો.

સંસારીક જીવનમાં પરિણિત હોવા છતાં આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આધ્યાત્મિક વિજ્ઞાન સાથે.

  • આ એ જ આધ્યાત્મિક વિજ્ઞાન છે જે ભગવાન ઋષભદેવે ભરત ચક્રવર્તીને આપેલું. જેની મદદથી ભરત ચક્રવર્તી રાણીઓ અને ઈન્દ્રિય સુખો હોવા છતાં મોક્ષ પ્રાપ્ત કરી શક્યા.
  • ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને આ જ આધ્યાત્મિક દ્રષ્ટિ આપી હતી. જેના પરિણામે, મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા છતાં, અર્જુને એ જ ભવે મોક્ષ પ્રાપ્ત કરેલો.
  • ભગવાન મહાવીર, એમના અંતિમ અવતારમાં પરિણીત હતા અને એમને પુત્રી હતી. તેમણે ત્રીસ વર્ષ સંસારી જીવન વીતાવ્યું હતું અને આ બધું હતું છતાં તેમણે સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરેલો.

શું આધ્યત્મિક જ્ઞાનના લીધે ખરેખર, તેઓ પરણેલા હોવા છતાં તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષને પામ્યા?

હા! ખરેખર પત્ની, સંતાનો, સંપત્તિ અને ઈન્દ્રિય સુખો મોક્ષ પ્રાપ્તિ માટે બાધક નથી, માત્ર આત્માનું અજ્ઞાન જ બાધક છે.

જો કે, આ બધા મહાન પુરુષો જુદા જ કાળસમયમાં જન્મેલા, શું આ યુગમાં ત્યાગ અને સંસારી જીવનનો ત્યાગ કર્યા વિના આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે?

તો ચાલો, આપણે જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનના આધ્યાત્મિક સત્સંગમાંથી ટૂંકા સારરૂપી અવતરણ વાંચીએ:

પ્રશ્નકર્તા: પણ આ સંસારમાં રહી આત્મજ્ઞાન આમ મળી જાય?

દાદાશ્રી: હા, એવો રસ્તો છે. સંસારમાં રહીને એટલું જ નહીં, પણ આ વાઈફ સાથે રહીને આત્મજ્ઞાન મળે એવું છે. એકલું સંસારમાં રહેવાનું નહીં, પણ છોકરાં-છોકરીઓ પરણાવીને, બધું કામ કરીને આત્મજ્ઞાન થઈ શકે છે. હું સંસારમાં રહીને જ તમને એ કરી આપું છું. સંસારમાં એટલે, સિનેમા જોવા જજો એમ બધી તમને છૂટ આપું. છોકરાં પૈણાવજો, છોડી પૈણાવજો અને સારા કપડાં પહેરીને પૈણાવજો. પછી એથી વધારે બીજી ગેરેન્ટી જોઈએ છે કશી?

પ્રશ્નકર્તા: એવી બધી છૂટ હોય તો તો જરૂર રહી શકાય.

દાદાશ્રી: બધી છૂટ! આ અપવાદ માર્ગ છે. તમારે કંઈ મહેનત કરવાની નહીં. તમને આત્માય તમારા હાથમાં આપી દઈશું, તે પછી આત્માની રમણતામાં રહો અને લિફ્ટમાં બેસી રહો. બીજું તમારે કશુંય કરવાનું નહીં. પછી તમને કર્મ જ બંધાય નહીં. એક જ અવતારના કર્મ બંધાશે, તે પણ મારી આજ્ઞા પાળવા પૂરતા જ. અમારી આજ્ઞામાં રહેવાનું એટલા માટે જ કે લિફ્ટમાં બેસતી વખતે જો કદી આઘોપાછો હાથ કરે તો મુશ્કેલીમાં મૂકાઈ જાય ને!

×
Share on