• પરમ પૂજ્ય દાદા ભગવાન

    અંબાલાલ મૂળજીભાઇ પટેલ જેઓ “દાદાશ્રી” અથવા “દાદા ભગવાન” તરીકે ઓળખાય છે, તેઓ એક સાંજે સુરત રેલ્વે સ્ટેશન પર હતા, ત્યારે કુદરતી રીતે જ તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઇ. તેઓ જ્ઞાની પુરૂષ પરમ પૂજ્ય દાદા ભગવાન તરીકે ઓળખાયા. તેમની મહીં, આત્માનું સંપૂર્ણ જ્ઞાન પ્રકાશિત થયું અને તેમના આંતર-શત્રુઓ નાશ પામ્યા...Read More

  • પૂજ્ય નીરૂમા

    ડૉ. નીરૂબેન અમીન, જેઓ “નીરૂમા” તરીકે ઓળખાય છે, તેઓ પરમ પૂજ્ય દાદા ભગવાનના પરમ શિષ્ય હતા. તેઓ કાયમ દાદા ભગવાન જ્યાં જાય ત્યાં તેમના સંગાથે જ રહેતા અને દાદાની તમામ જરૂરિયાતોની તેઓ કાળજી રાખતા. તેઓ દાદાના તમામ સત્સંગ રેકોર્ડ કરતા, જેમાંથી પુસ્તકોનું સંપાદન કરવામાં આવ્યું. પૂજ્ય નીરૂમાએ જગતને જ્ઞાનીની શુધ્ધ અને મૂળ સ્વરૂપની વાણી આપી...Read More

  • પૂજ્ય દીપકભાઇ

    પૂજ્ય દીપકભાઇ અથવા પૂજ્યશ્રી આત્મજ્ઞાની છે. તેઓને ૧૭ વર્ષની ઉંમરે પરમ પૂજ્ય દાદા ભગવાનનો ભેટો થયો. પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા નીક્ળેલ અક્રમ વિજ્ઞાનને ફેલાવવા માટે તેઓ દીપક તરીકેનું કાર્ય કરે છે. ૧૯૮૭માં, પરમ પૂજ્ય દાદા ભગવાને પૂજ્યશ્રી સત્સંગ કરાવી શકે તે માટે વિધિ દ્વારા આધ્યાત્મિક સિધ્ધિ આપી હતી. પૂજ્યશ્રી આજની તારીખે પણ આ જગત કલ્યાણના મિશન માટે કાર્યરત છે...Read More

×
Share on