More

જ્ઞાની પુરુષ વિશે

જ્ઞાની પુરુષ વિશે

એવું કહેવાય છે કે સમયના આ ચક્રમાં (આ કળિકાળમાં) જ્ઞાની પુરુષ હોતા નથી. પરંતુ એવું નથી. શાસ્ત્રોનાં જ્ઞાની ને જ્ઞાની ના કહેવાય, જ્ઞાની પુરુષ પોતે તો મુક્ત પુરુષ જ હોય પણ બીજા કેટલાયને મુકિત આપી શકે તેવા સામર્થ્યવાન હોય છે. સાંસારિક બંધનોથી મુક્ત જ્ઞાનીપુરુષ જ બીજાને મુક્ત કરવા સામર્થ્યવાન હોય છે. શાસ્ત્રો વાંચવાથી મોક્ષ મળતો નથી, પછી ભલે એ શાસ્ત્રો પોતે જ જ્ઞાની નાં શબ્દોમાં હોય. આત્મજ્ઞાનમાત્ર પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીથી જ પામી શકાય છે. એવા જ્ઞાની પુરષ ખૂબ નજીકના ભૂતકાળમાં આપણી વચ્ચે હયાત હતાં, એમનું નામ છે અંબાલાલ મૂળજીભાઇ પટેલ (જે વ્હાલથી "દાદાશ્રી" અથવા "દાદા ભગવાન" તરીકે જાણીતા છે.)

Dada Bhagwan

જ્ઞાની પુરુષ અને ગુરુમાં ફેર! 

પરમ પૂજય દાદાશ્રી વારંવાર કહેતા કે "જ્ઞાની પુરુષ અને ગુરુમાં તો બહુ ફેર! ગુરુ એટલે જેમને હજુ આત્મા પ્રાપ્ત થયેલો ના હોય, પણ પુણ્યકર્મમાં અટવાયેલા હોય અને મુકિતનાં માર્ગ પર હોય. હમેંશા ગુરુ સંસારને રૂપાળો કરવા માટે જ કરવામાં આવે છે પણ મુકિત માટેતો, (આત્મજ્ઞાની) જ્ઞાનીપુરુષ સિવાય મુકિત નથી."

Dada Bhagwan

જ્ઞાનીપુરુષનાં કેટલાંક ગુણો નીચે દર્શાવેલા છે. આ બધાં જ ગુણો તમને પરમ પૂજ્ય દાદાશ્રી, પૂજય નીરુમા અને પૂજ્ય દીપકભાઇમાં અચૂક જોવાં મળશે. 

  • એમનાં વિચાર, વાણી અને વર્તન મનોહર અને કરુણાસભર હોય છે.
  • એમનું મુક્ત હાસ્ય, સામાનાં સર્વ દુઃખ એક વાર દર્શન કરતાંની સાથે જ ભુલાડી દે.
  • જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્‍અહંકારી હોય.
  • જ્ઞાની પુરુષમાં બુધ્ધિનો છાંટો ના હોય. (બુધ્ધિ - એટલે આત્માનો (જ્ઞાન) પ્રકાશ જે અહંકારના માધ્યમ દ્વારા આવે).

જ્ઞાનીપુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માના યે ગુણધર્મ જાણે છે એટલે બંનેને છુટા પાડી શકે છે.

×
Share on