અભિપ્રાય બાંધ બાંધ કર્યા છે તેથી મન ઊભું થયું છે. ‘આ સારું છે’ અને ‘આ ખરાબ છે’ ને ‘આ નઠારા છે’ ને ‘આ યુઝલેસ છે’, ‘કમાવવા જેવું છે’, આમ બધાં જાતજાતના અભિપ્રાયથી આ મન ઊભું થયેલું છે. આ મન બીજી કોઈ વસ્તુ નથી. જો અભિપ્રાય બંધ થઈ જાય તો મન બંધ થઈ જાય.
જ્યારે, પરમ પૂજ્ય દાદા ભગવાનનું મન એક ક્ષણ પણ બહાર ચોંટતું ન હતું, તેઓ કાયમ મુક્ત હતા. મન પણ તેમને બાંધી શકતું ન હતું. આપણું મન તો ગોળ ઉપર માખ ફર્યા કરતી હોય તેમ ફર્યા કરે; જ્યારે જ્ઞાનીઓ મનથી મુક્ત થયેલા હોય છે.
જો કે, આપણે મન દ્વારા જ બંધાયેલા છીએ. જો, મોડી રાતે, આપણને કામ વિશે વિચાર આવે અને આપણે તેની ચિંતા કરીએ, તો મન આપણને અડધી રાત સુધી સૂવા નહીં દે. આ મનની ગ્રંથિઓથી જેવી રીતે, પરમ પૂજ્ય દાદાશ્રી મુક્ત થયા, તેવી જ રીતે આપણે પણ તેમના જ્ઞાન થકી ગ્રંથિઓથી મુક્ત થઈ શકીએ એમ છીએ.
subscribe your email for our latest news and events