More

‘લઘુતમ’-‘ગુરુતમ’ પદમાં ‘જ્ઞાની’

gnani purush

પરમ પૂજ્ય દાદા ભગવાન કહેતા કે, ”મારી ’હાઈટ’ કેટલી છે, તે તમે જાણો છો? લઘુતમ. લઘુતમ એટલે શું? આ દુનિયામાં જેટલા જીવ છે, એમાં સૌથી નાનામાં નાનો હું છું. એ મારી ‘હાઈટ’ છે. પછી આ તમને કંઈ હરકત કરે એવું છે કશું? એટલે આ ભૌતિકમાં, આ નામમાં-રૂપમાં-પૈસા-માન-તાન એ બધી બાબતમાં લઘુતમ અને આ બીજી હાઈટ એટલે સેલ્ફે કરીને અમે ગુરુતમ છીએ. એટલે ‘હોમ ડિપાર્ટમેન્ટ’માં અમે ગુરુતમ અને ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’માં લઘુતમ! અમારું આ લઘુતમ સ્વરૂપ છે, એટલે લોકોનું કલ્યાણ કરી નાખશે. વ્યવહારથી લઘુતમમાં છું અને નિશ્ચયથી ખરી રીતે ગુરુતમમાં છું. હું કોઈનો ગુરુ થયો નથી. આખા જગતને ગુરુ તરીકે માનું છું."

×
Share on