More

અહિંસા

વ્યક્તિએ પોતાના વિચારોથી પણ બીજાને દુઃખ ન આપવું જોઈએ. આપણા મન, વચન કે કાયા દુઃખ આપતા નથી, પરંતુ એની પાછળ રહેલા ભાવો દુઃખ આપે છે.

gnani purush

પરમ પૂજ્ય દાદા ભગવાનનો અંતર આશય સતત એ જ હતો કે, કોઈ પણ જીવમાત્રને એમના મન, વચન અને કાયા થકી કિંચિત્‌માત્ર પણ દુઃખ ન હો. એમની વાણી પણ એવા જ ઉદ્દેશ સહિતની હતી અને તેમણે ક્યારેય મનથી પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ દુઃખ આપ્યું નથી.

દાખલા તરીકે, જો પરમ પૂજ્ય દાદાશ્રીને વીંછી ડંખ મારે, તો તેઓ પોતાના મન, વચન અને કાયાથી પણ એ વીંછીને દુઃખ ન આપતા. દાદાશ્રીને ડંખ મારવાથી, વીંછી તેનો હિસાબ પૂરો કરે અને આમ કર્યા વિના તેઓશ્રીની મુક્તિ પણ શક્ય નથી. બદલો લેવો એ મનનો સ્વભાવ છે, પરંતુ દાદાશ્રીએ ક્યારેય એવું કર્યું નથી.

બહુ જૂજ પ્રસંગો વખતે, પરમ પૂજ્ય દાદાશ્રી કડક વાણીમાં બોલ્યા હતા. એમની એવી વાણી ભાગ્યે જ નીકળતી અને માત્ર અમુક જ વ્યક્તિઓ માટે નીકળતી કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રીની અત્યંત નજીક હોય. એમાં સામાનું જ હિત સમાયેલું હતું. તેમણે પોતાની વાણી કે વિચારનો હથિયાર તરીકે ક્યારેય ઉપયોગ નહોતો કર્યો.

×
Share on