જીવન વ્યવહારમાં ધર્મ કે અધ્યાત્મમાં આગળ વધવા માટે પ્યૉરિટીની આવશ્યકતા છે. પણ અત્યારે કાળ એવો છે કે જ્યાં મન-વચન-કાયાની એકતા નથી. ત્યાં પ્યૉર થવાની ભાવના હોવા છતાં પ્યૉરિટી રહી શકતી નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનના જીવન વ્યવહારમાં પ્યૉરિટીના સિદ્ધાંતો એવા સંકળાયેલ હતા કે ધર્મમાં, વેપારમાં, ગૃહસ્થજીવનમાં, લક્ષ્મી, વિષય અને માન સંબંધી જાતે ચોખ્ખા રહી જગતને આદર્શ વ્યવહાર દેખાડયો. દાદાશ્રી કહેતા કે પોતે જો વ્યવહારમાં ચોખ્ખો હોય, જ્યાં વિષય-કષાય સંબંધી વિચારેય ના હોય અને સંપૂર્ણ ભીખ ગયા પછી જ આ જગત વાસ્તવિક સ્વરૂપે સમજાય.
તેઓશ્રીને યુવાન વયે મોટાભાઈની એક ટકોર મળી કે તારા જેવો માની મેં જોયો નથી. તો એને બધી બાજુએથી ચકાસી, આ માનથી મોક્ષ અટક્યો છે એવું ભાન થતા માન ખૂંચવા લાગ્યું અને ખૂબ જાગૃતિ સહિત માનની ભીખમાંથી પણ મુક્ત થયા.
તેઓશ્રીએ એમના જીવનમાં અંગત ખર્ચ માટે ક્યારેય કોઈનો એક પૈસો પણ સ્વીકાર્યો નહોતો. પોતાના જ પૈસા ખર્ચીને ગામેગામ સત્સંગ આપવા જતા. સાથે સાથે એમણે પરિણીત હોવા છતાં સ્ત્રી પરિગ્રહથી અપરિગ્રહી બની ગૃહસ્થ વેશે ઉચ્ચત્તમ જ્ઞાનદશા પ્યૉરિટી સાથે પ્રાપ્ત કરી.
subscribe your email for our latest news and events