જ્ઞાનાંક્ષેપકવંત, એ એક એવી દશા છે જેમાં વ્યક્તિને અવિરત આત્માસંબંધી જ વિચારો આવે છે.
જ્ઞાની પુરુષ અને અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાની એવા પરમ પૂજ્ય દાદા ભગવાનને, આત્મજ્ઞાન પ્રગટ થતાં પહેલાંથી લઈને પોતાના અંતિમ દિવસો સુધી અવિરત આત્માસંબંધી જ વિચારો આવતા હતા. તેઓશ્રી પોતે શું અનુભવી રહ્યા હતા તે જાણવા શાસ્ત્રો વાંચતા. પછી એમણે જાણ્યું કે, તેઓ પોતે ખરેખર જ્ઞાનાંક્ષેપકવંત દશામાં વર્તતા હતા, જેમાં તેમને અવિરત આત્માસંબંધીની જ વિચારણાઓ ચાલતી હતી.
પરમ પૂજ્ય દાદાશ્રીને એવું લાગતું હતું કે તેમને સમકિત થશે. તમામ પુસ્તકો વાંચીને તેમણે આત્માનો સાર કાઢી લીધો હતો તેમને ખાતરી થઈ કે, તીર્થંકરો, વીતરાગો ખરેખર હતા અને તેમના સિદ્ધાંતો તદ્દન સાચા હતા.
આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં પણ, પરમ પૂજ્ય દાદાશ્રીનો સાંસારિક વ્યવહાર જૈનો અને વૈષ્ણવો જેવો હતો. જેમ કે, તેઓ જ્યાં પણ હોય પછી ભલે તેઓ પોતાના કામ પર પણ હોય, ત્યાં માત્ર ઉકાળેલું જ પાણી પીવાનો એમનો નિયમ હતો, જે જૈન ધર્મનો એક સિદ્ધાંત છે.
જો કે, પરમ પૂજ્ય દાદાશ્રીને આ જ્ઞાન ધાર્મિક ક્રિયાઓને કારણે નહીં, પણ ઘણા બધાં સંજોગો ભેગા થવાથી પ્રગટ્યું ; આ વિજ્ઞાન એ ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે.
subscribe your email for our latest news and events