એક દિવસ પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કહ્યું કે,"તમે વાણિયાતો હિસાબમાં બહું પાકા! તો એક કામ કર, દરરોજ રાત્રે સૂતાં પહેલાં, તારે બધાજ હિસાબ તપાસી લેવા. પાંચ આજ્ઞાક્યાં ચુકાય છે તે જોવું અને જ્યાં ચૂકાય ત્યાં બીજા દીવસ માટે 'રીસેટ' કરજે."
પરમ પૂજ્ય દાદાશ્રીની સૂચનાને પૂજ્ય દીપકભાઈએ વિના વિલંબે નિષ્ઠાથી અમલમાં મૂકી. બે-ત્રણ વર્ષમાં તો તેમની આધ્યાત્મિક જાગૃતિ વધીને એટલી આશ્ચર્યજનક ઊંચાઈએ પહોંચી ગઈ કે, ૧૯૭૭ માં પરમ પૂજ્ય દાદાશ્રી એ તેમનાં વિશે કહ્યું કે,"આ છોકરો ભગવાન મહાવીરની પાટ દીપાવે તેવો છે,એવી અખંડ જાગૃતિ અત્યારે તેને વર્તે છે. છેલ્લા ૨૦૦૦ વર્ષમાં ભાગ્યે જ કોઈને આવી આત્મજાગૃતિ થઈ છે !."
subscribe your email for our latest news and events