એક તરફ યુવાન દીપકભાઈ આધ્યાત્મમાં આશ્ચર્યજનક પ્રગતિ કરતા હતાં, પરંતુ બીજી તરફ તેમના સંસારી જીવનમાં દખલ શરૂ થઈ. પૂજ્ય દીપકભાઈએ પરમ પૂજ્ય દાદાશ્રીને તેમના આજીવન બ્રહ્મચર્ય પાળવાના આશયને જાહેર કરતો પત્ર લખ્યો. તેમની ક્ષમતાને પારખીને, પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને આજીવન બ્રહ્મચર્ય પાળવાના આશીર્વાદ આપ્યા. જોકે સૌથી નાના અને એકમાત્ર અવિવાહિત પુત્ર હોવાના લીધે, તેમના પિતાશ્રીને તેમનાં પર ખૂબ રાગ હતો. તેથી પછીના અઢાર વર્ષો, તેમણે દાદાશ્રીની આજ્ઞામાં રહીને, પોતાના પિતાશ્રીની અપેક્ષાઓનો સંપૂર્ણ સમતાભાવે નિકાલ કર્યો અને સાથે સાથે દરેક વખતે તેઓ અંતર તપ દ્વારા અંદરથી મજબૂત થતા ગયા. તેમણે તેમનાં બિમાર પિતાશ્રીની ખૂબ સેવા કરી, અને આખરે તેમના પિતાશ્રી એ જાહેર કર્યુ કે,"દીપક,તું જ મારો સાચો ગુરુ છે. તે મને મુકિતનો સાચો રસ્તો બતાવ્યો છે."
subscribe your email for our latest news and events