પૂજ્ય નીરુમા - જ્ઞાનીપુરુષની સેવામાં જીવન
નીરુમા સેવાના અનુકરણીય ઉદાહરણરૂપ હતા. તેમને જ્ઞાનીની વાણી રેકોર્ડ કરી અને દુનિયા સમક્ષ જેમ છે તેમ યથાવત સ્વરૂપે રજૂ કરી.
પરમ પૂજ્ય દાદાશ્રી જ્યાં જાય ત્યાં પૂજ્ય નીરુમા તેમની સાથે જતાં, તેમના માટે રસોઈ બનાવતા, તેમની બધીજ જરૂરિયાતનું ધ્યાન રાખતા અને સત્સંગ માટે સુવિધા કરી આપતા. તેમની સેવામાં પૂજ્ય નીરુમાની અર્પણતા એટલી જબરજસ્ત હતી કે, જેના લીધે તેઓ એટલાં સક્ષમ થયાં કે, પરમ પૂજ્ય દાદાશ્રી ને જે કંઈપણ જોઈતું હોય તે, તેઓ કહે તે પહેલાંજ હાજર કરી દેતાં. તેઓ સેવાનાં અનુકરણીય ઉદાહરણરૂપ હતાં. તેમનો એકમાત્ર ધ્યેય પરમ પૂજ્ય દાદાશ્રીની લોકોને અક્રમવિજ્ઞાનના સરળ રસ્તે મુકિત અપાવવાની (જગતકલ્યાણની) તીવ્ર ઈચ્છા પૂરી કરવાનો હતો.
દાદાશ્રીની અમૂલ્ય જ્ઞાનવાણીની મહત્વતા સમજીને, નીરુમા દાદાશ્રીના બધાજ સત્સંગ રેકોર્ડ કરતા. આ રેકોર્ડેડ સંગ્રહમાંથી તેમણે જ્ઞાનીની શુધ્ધ જ્ઞાનવાણીનું સંકલન કરી, ઘણાં બધા પુસ્તકો અને ચૌદ આપ્તવાણી ગ્રંથો પ્રકાશિત કર્યા. નીરુમાએ દુનિયા સમક્ષ જ્ઞાનીની વાણીને શુધ્ધ અને જેમ છે તેમ યથાવત સ્વરૂપે રજૂ કરી.
subscribe your email for our latest news and events